શું તમારા ઘરમાં બિલાડી બહુ આટાંફેરા કરે છે? શુભ-અશુભ સંકેત વિશે જાણો
કોઈ શુભ કાર્ય માટે જઈ રહ્યા હોય અને બિલાડી રસ્તા પરથી આડી ઉતરે તો તેને અપશકુન માનવામાં આવે છે. માન્યતા મુજબ જે કાર્ય કરવા જઈ રહ્યા હોય તે સફળ નથી થતું. જો વ્યક્તિને બિલાડી એકબીજા સાથે ઝઘડતી દેખાઈ તો તે ઘરમાં કલેશનો સંકેત આપે છે.
નવી દિલ્હીઃ આપણા સમાજમાં ઘણી વસ્તુઓમાં શુભ-અશુભ માનવામાં આવે છે. આસપાસના લોકો પાસેથી જાણેલી વાતો સાંભળીને દરેક વસ્તુઓમાં લોકો પોતાની રાય બનાવી લેતા હોય છે. ઘણીવાર સમયની સાથે આ માન્યતાઓ ગેરસમજ અને પછી ધીરે-ધીરે તે અંધશ્રદ્ધામાં પણ પરિવર્તિત થઈ જાય છે. તેથી આપણે એક શિક્ષિત સમાજના સભ્ય તરીકે એ બાબતોનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ.
ત્યારે આજે આપણે વાત કરી રહ્યાં છીએ બિલાડીની. બિલાડીને લઈને આપણા સમાજમાં ઘણો અંધવિશ્વાસ જોડાયેલો છે. માન્યતા છે કે, બિલાડી કોઈના ઘરમાં રડે તો તેનો મતલબ છે કે, તે કોઈ મૃત્યુનો ઈશારો કરી રહી છે. બિલાડી રડે એટલે ઘરમાં કોઈના મૃત્યુનો સંકેત છે. હિન્દૂ માન્યતાઓ અનુસાર બિલાડી ઝઘડતા કે રડતા જોવા મળે તો પરિવારમાં રહેલા વ્યક્તિનું કામ સફળ નથી થતું. જો કોઈ સૂતેલા વ્યક્તિના પગને બિલાડી સુંઘે છે તો તે વ્યક્તિ જલદી બિમાર થઈ જાય છે.
કોઈ શુભ કાર્ય માટે જઈ રહ્યા હોય અને બિલાડી રસ્તા પરથી આડી ઉતરે તો તેને અપશકુન માનવામાં આવે છે. માન્યતા મુજબ જે કાર્ય કરવા જઈ રહ્યા હોય તે સફળ નથી થતું. જો વ્યક્તિને બિલાડી એકબીજા સાથે ઝઘડતી દેખાઈ તો તે ઘરમાં કલેશનો સંકેત આપે છે. જો કોઈ વ્યક્તિ સૂઈ રહ્યું હોય અને બિલાડી તે વ્યક્તિને ટપીને જાય તો કહેવાય છે કે, તે વ્યક્તિને મૃત્યુ સમાન કષ્ટ ભોગવવો પડે છે. હિન્દૂ માન્યતાઓ અનુસાર દિવાળીની રાતે બિલાડી જોવા મળે તો તે ખુબ જ સારો સંકેત છે. જો કોઈ ઘરમાં બિલાડીના બચ્ચાનો જન્મ થાય છે તો તે બહુ શુભ માનવામાં આવે છે.
((નોંધઃ આ લેખમાં આપેલી જાણકારી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ZEE 24 કલાક આની પુષ્ટિ નથી કરતું))